ધો.12 સા.પ્ર.મા માળીયા(મી.)ની મોડેલ સ્કૂલ મોટીબરારનું ઝળહળતું 96.88% પરિણામ 

- text


માળીયા (મી.): ગઈકાલે તા. 04 જૂન 2022ને શનિવારના રોજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા (મી.)ની મોડેલ સ્કૂલ મોટીબરારનું 96.88% પરિણામ આવ્યું છે.

શાળામાંથી કુલ 32 વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 31 બાળકો પાસ થતા શાળાનું પરિણામ 96.88% આવ્યું છે. ધોરણ 12ની વિદ્યાર્થિની વિંજવાડીયા જ્યોતિએ 98.92 PR સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ખડોલા વંશિકાએ 96.39 PR સાથે દ્વિતિય ક્રમાંક, બાવળીયા પુરીએ 94.85 PR સાથે તૃતિય ક્રમાંક મેળવ્યો છે.

વર્ષ 2021-22ના સમગ્ર વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સહ અભ્યાસક પ્રવૃત્તિમાં અવ્વલ રહેલ મોડેલ સ્કૂલ મોટીબરારના બાળકોએ શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પરિણામ મેળવી શાળાનું, માળીયા તાલુકાનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

શાળાને ગૌરવાન્વિત કરનાર વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

- text