ધોરણ 12માં ગ્રામ્ય વિસ્તારની મેઘપરની શાળાનો ડંકો : 95.65% પરિણામ

- text


મોરબી : આજ રોજ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું.જેમાં મોરબી ગ્રામ્ય વિસ્તારની મેઘપરની ઉત્તરબુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડંકો વગાડી પરિણામ 95.65% પરિણામ લાવવામાં સફળ રહ્યા છે.

- text

મેઘપર ઉત્તર બુનિયાદી શાળામાંના વિદ્યાર્થીઓ ઝળહળતું પરિણામ લાવ્યા છે જેમાં ધોરણ 12માં ભટ્ટી માનસી 98.77 PR,બાહોપિયા મોનિકા 98.40 PR,મકવાણા અંકીતા 95.66 PR મેળવી શાળામાં પ્રથમ ત્રણ ક્રમે પાસ થયેલ છે.તેમજ ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં શાળા આવેલ હોવા છતા સખત મહેનત અને નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરી 95.65% જેટલું ઉચ્ચ પરીણામ મેળવવાં બદલ સર્વે શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય સી.એન.ડાંગર તેમજ પ્રમુખ નારણભાઇ મંઢ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text