હળવદના કવાડિયા ગામે ખેડૂતના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

- text


દસ કલાકમાં ચોરીની બીજી ઘટના : ખેડૂત પરિવારને ફળિયામાં ઊઘતો રાખી મકાનના પાછળના ભાગે બારી તોડી તસ્કરો કળા કરી ગયા, અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું

હળવદ : હળવદ પંથકમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદના કવાડિયા ગામે ગતરાત્રે ખેડૂતના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂત પરિવારને ફળિયામાં ઊઘતો રાખી મકાનના પાછળના ભાગે બારી તોડી તસ્કરો કળા કરી ગયા હતા. તસ્કરોએ અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કવાડિયા ગામે રહેતા ખેડૂત અજીતસિંહ પરમાર ગતરાત્રે તેમના પરિવાર સાથે મકાનની બહાર ફળિયામાં સુતા હતા. ત્યારે તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા અને તસ્કરો એ આ ખેડૂત પરિવારને ફળિયામાં સૂતો રાખી મકાનના પાછળના ભાગની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોડક રકમ ઉસેડી ગયા હતા. આ પરિવાર સવારે જાગ્યો ત્યારે ખબર પડી કે ઘર સાફ થઈ ગયું છે. જો કે અજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ બાજુમાં રહેતા તેના કાકા ઘરમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.પણ એમાં કારી ફાવી ન હતી. એટલે કાકા ઘરમાં ચોરી થઈ નથી. પણ તેમના ઘરમાંથી આશરે 10 થી 15 તોલા સોનુ, 700 ગ્રામ ચાંદી અને 21 હજારની રોકડની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

- text

હાલ તેઓ આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. હળવદમાં વારંવાર ચોરીના બનાવોને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text