તારા મિત્રએ મારા ભાઈ સામે કેમ જોયું કહી યુવાનને બેટ વડે ધોકાવ્યો

- text


વાંકાનેરના મિલપ્લોટમાં પિતા પુત્રએ ધમાલ મચાવતા ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનના મિત્રએ અન્ય વ્યક્તિ સામે જોતા પિતા અને પુત્રએ તારા મિત્રએ મારા ભાઈ સામે કેમ જોયું કહી બેટે બેટે ધોકાવી નાખી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મિલ પ્લોટમાં ડબલ ચાલી વિસ્તારમાં રહેતા કુમારભાઇ નવીનભાઇ ઉધરેજાના મિત્ર મનજીભાઈએ આરોપી કિષ્નાભાઇ શશીભાઇ પટેલના ભાઈ સામે જોયું હોય ક્રિષ્ના અને તેના પિતા શશીભાઇ પટેલે વગર વાંકે કુમારભાઈને બેટ અને ધોકા વડે બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

- text

બનાવ અંગે કુમારભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે બન્ને પિતા પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.

- text