મોરબીના નવા સાદુળકા ગામે મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


એક આરોપી ઝડપાયો, મહિલા બુટલેગર ફરાર

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના નવા સાદુળકા ગામે મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી.તેમજ એક આરોપીને દબોચી લીધો હતો. જો કે મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી.

- text

મોરબી તાલુકા પોલીસે ગઇકાલે નવા સાદુળકા ગામે ભારતીબેન ગોરધનભાઇ સારોલાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે તે મકાનમાં રેઇડ કરી હતી અને પોલીસે આ મકાનમાંથી દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનનુ બકડીયુ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા પતરાનુ ટીપણુ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ આશરે ૨૦ લીટરની ક્ષમતાવાળા પ્લા.ના ખાલી કેરબા નંગ-૦૫ કિં.રૂ.૫૦૦ તથા દેશીદારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦ તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો ભરેલ બેરલ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા ઠંડો આથો લીટર-૧૦૦ કિં.રૂ.૨૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ મેરૂભાઇ સેલાણીયાને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ભારતીબેન ગોરધનભાઇ સારોલાને ફરાર દર્શાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text