માળીયા(મી.)ના દેવગઢમાં ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

- text


૧૫૦ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો 

માળીયા(મી.) : માળીયા(મી) તાલુકાના દેવગઢ/જાજાસર ગામમાં નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. સાથે વિનામૂલ્યે દવા વિતરણ પણ કરવામાં આવી હતી.જેમાં ૧૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

માળિયા (મી.) તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ દેવગઢ/જાજાસર ગામે દેવ સોલ્ટ દ્વારા, આઈ.એમ.એ., મોરબીના ડોક્ટરોના સહકારથી વિવિધ પ્રકારના રોગોના નિદાન માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મેડીકલ કેમ્પના આયોજનથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામની પોણા ભાગની વસ્તી મીઠાના અગરોમાં મજુરી કરતા અને સુકી ખેતી પર નભતા લોકોની છે. જેથી ગામના લોકો માટે આ કેમ્પ આશીર્વાદ રૂપી નીવડ્યો હતો.ગ્રામજનોમાંથી લગભગ ૧૫૦ જેટલા દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લઇ પોતાના રોગોનું નિદાન કરાવ્યું હતું.

આ કેમ્પનું ઉદ્ઘાટન કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, મામલતદાર ડી.સી. પરમાર તથા ડો. મયુર જાદવાણી દ્વારા દિપ પ્રાગટીય કરાવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મામલતદારએ દેવ સોલ્ટ દ્વારા માળિયા(મી.) તાલુકાના અંતરીક ગામોમાં જ્યાં સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થવી પણ મુશ્કેલ છે. તેવા ગામોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ આભાર માન્યો હતો. તેમજ ગામના સરપંચ તથા ગામના એગેવાનો દ્વારાએ કેમ્પના આયોજન બદલ અભાર માન્યો હતો.

- text

આ મેડીકાલ કેમ્પને સફળ બનાવામાં કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, કિરણ ફફલ, મુસ્તુફા પઠાણ, સમાંત સવશેટા તથા કંપનીના ડો. દિવ્યમ ધોકિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text