મોરબીના લાલપર ગામેથી બુલેટની ચોરી કરનાર બેલડી ઝડપાઈ

- text


વાંકાનેર તાલુકા પોલીસે પાંચ માસ પહેલા થયેલી બુલેટ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો 

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ચાર માસ પહેલા થયેલી બુલેટ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જેમાં વાંકાનેર તાલુકા પોલીસે આજથી પાંચ માસ પહેલા મોરબી તાલુકાના લાલપર ગામેથી ચોરી કરેલ બુલેટ સાથે બે ઇસમોને પકડી લીધા હતા.

- text

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ મોરબી જિલ્લાના વાહન ચોરી-ઘરફોડ ચોરીના અનડીટેકટ રહેલા ગુનાઓ શોધી કાઢવા સુચનાઆપતા વાંકાનેર સિપીઆઈ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.એ.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા ને મળેલ સંયુકત બાતમી આધારે ઢુવા ચોકડી પાસેથી વિજય જીવાભઇ સાકરીયા (ઉવ.૨૧ )રહે.હાલ ઢુવા-માટેલ રોડ ભાડાની ઓરડીમા મુળ ગામ નોલી તા.સાયલા જી.સુરેન્દ્રનગર) તથા ધવલ ઉર્ફે પવો જયંતીભાઇ મેરજા (ઉવ.૨૩ રહે.રુપાવટી તા.વીછીયા જી.રાજકોટ)ને બુલેટ સાથે રોકી બુલેટના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા જેથી પોકેટકોપ મોબાઇલમાં ઇસમોના નામ સર્ચ કરતા આરોપી ધવલ જયંતિભાઇ અગાઉ મોરબી સીટી બી ડીવીજન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનુ જણાતા જેથી ઇસમોની ઉડાણપુર્વક પુછપરછ કરતા એક આરોપીએ બુલેટ બીજા પાસેથી ખરીદેલ હોવાનુ તથા બીજા આરોપીએ બુલેટ મોરબી તાલુકાના લાલપર ગામેથી અંજતા એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કરેલાનુ જણાવતા બન્ને ઇસમો પાસેથી ચોરાઉ બુલેટ કબ્જે કરી બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text