ટંકારાના રમતવીરોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેળવ્યા ગોલ્ડ અને સિલ્વર મેડલ

- text


હોકી અને કબડ્ડી સ્પર્ધામાં મેળવ્યા મેડલ

ટંકારા : ટંકારા તાલુકાના રમતવીરોએ રાષ્ટ્રીય સ્તરે રમતમાં ભાગ લઈ અવ્વલ નંબર મેળવી પંથક અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

ટંકારા શહેરના અને મોરબી જીલ્લાના રમતવીરોએ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી જુદી જુદી રમત સ્પર્ધામાં મેદાન મારી ગોલ્ડન તથા સિલ્વર મેડલ હાંસિલ કર્યો છે. જેમા શહેરના આર્ય વીર દળમાં સક્રિય ચેતન સાપરીયાએ કબડ્ડી ઓપન એઇજ ગ્રુપમાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે અંડર ૧૪ કબડ્ડીમાં મોરબીના પાસવાન ક્રિષ્નાએ ગોલ્ડ મેડલ જીત્યો છે, તો અંડર ૨૦મા ટંકારાના આદર્શ દુબરીયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને અંડર ૧૭ કબડ્ડીમા શહેરના વેદાંત કોરીંગાએ સિલ્વર મેડલ જીત્યો છે. તદઉપરાંત હોકી અંડર ૨૦ રાષ્ટ્રીય કક્ષાએ આર્ય વિધાલયમ્ના કોચ ગૌતમ મકવાણાએ ગોલ્ડ મેડલ જીતી મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યું છે.

- text