મોરબી જિલ્લાના 108માં ફરજ બજાવતા 6 કર્મચારીઓનું વિશિષ્ટ બહુમાન

- text


પાયલોટ દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે કાર્યક્રમમાં સન્માનિત કરાયા

મોરબી : મોરબી જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

108 G.V.K E.M.R.I. દ્વારા 26 મે પાયલોટ દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ-સૌરાષ્ટ્રના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હતા. 108નો સ્ટાફ અને ખીલખીલાટ સર્વિસ ગુજરાત 10 ના હેડ અને અન્ય અધિકારીઓ દ્વારા જૂનાગઢ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મોરબી 108 E.M.T.માં દિપીકાબેન, રવિનાબેન, કલ્પેશભાઈ, સુનિલભાઈ,
108 પાયલોટમાં ગણપતભાઇ, ગૌતમભાઈને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

જિલ્લા પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારિયા તથા મોરબી જિલ્લા મેનેજમેન્ટ અધિકારી નિખિલ બોકડેના નેજા હેઠળ 108 ટીમને પ્રમાણિકતા માટે અને બીજા ઇમરજન્સીમાં ઉત્કૃષ્ટ કામગીરી અને એમ્બ્યુલન્સની સંભાળ માટે તેમજ બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજેતા અને રનર્શ અપ ચાર કર્મચારીઓને એવોર્ડ અપાયા હતા.

- text