“હુ ડેમે જાઉ છુ મને ગોતતા નહિ” કહી મોરબીનો યુવાન ગુમ

- text


મોરબી : મોરબીના રોહિદાસપરામાં રહેતો યુવાન ઘરેથી ડેમે જાઉ છુ મને ગોતતા નહિ કહી ગુમ થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- text

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો અનુસાર મહેશભાઇ ઉર્ફે પલાભાઇ જદુરામભાઇ શુકલ (ઉ.વ.૩૬ ધંધો:-ગોર પદુ રહે, રોહીદાસપરા શેરી નં ૬ મોરબી) નામના યુવાન ગઈકાલે પોતાના ઘરેથી હુ ડેમે જાઉ છુ મને ગોતતા નહિ તેમ કહીને ક્યાંક ચાલ્યા ગયા હતા. જેનો પત્તો ન લાગતા અંતે તેમના ભત્રીજા મનીશભાઇ અમ્રુતલાલ શુકલે બી ડિવિઝનમાં ઓનલાઇન ગુમસુંદાની નોંધ કરાવતા પોલીસે આ યુવાનની શોધખોળ હાથ ધરી છે.આગળની તપાસ બી ડિવિઝનના એ.એસ.આઈ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે.

- text