વાંકાનેરના ખખાણા ગામે 14 વર્ષની તરૂણીનો ઝેરી દવા પીને આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેરના ખખાણા ગામે 14 વર્ષની તરૂણીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર સરોજબેન ધનજીભાઇ ગાંગાણી (ઉવ.14, રહે. ખખાણા તા.વાંકાનેર) નામની તરુંણીએ ગઈકાલે તા.28ના રોજ ખખાણા ગામની સીમમા અવેમ વાડીએ કોઇ કારણોસર કપાસમા નાખવાની દવા પી લેતા ઝેરી અસર થતા તેણીને કુવાડવા શ્રીજી હોસ્પીટલમાં સારવારમાં ખસેડાઇ હતી. ચાલુ સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી ક્યાં કારણોસર તરુંણીએ આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text