રેસિપી સ્પેશ્યલ : આ રીતે સરળતાથી ઘરે બનાવો ઠંડી-ઠંડી મલાઈદાર માટલા કુલ્ફી

- text


ઉનાળામાં બળબળતા તાપથી સૌ કોઈ પરેશાન છે. આ ઋતુમાં તડકા અને ગરમીથી બચવા માટે લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. બાળકોથી લઈને વડીલો સુધી તમામને આઈસ્ક્રીમ ખાવા વધારે ગમે છે. પછી ભલે તે કેન્ડી, કોન, કપ કે કુલ્ફીના રૂપમાં હોય. ત્યારે બહાર કેમિકલથી બનાવેલા આઈસ્ક્રીમ ખાવાનું ટાળી ઘરે મલાઈ કુલ્ફી સરળતાથી બનાવી મોજથી ખાઈ શકાય છે. તો આજે ઘરે સરળ રીતે મલાઈ કુલ્ફી બનાવવાની રીત જાણી લઈએ.

મલાઈ કુલ્ફી બનાવવાની સામગ્રી

1. દૂધ – 2 કપ
2. ક્રીમ – 1 કપ
3. કન્ડેન્સ્ડ મિલ્ક – 1 કપ
4. એલચી પાવડર – 1/2 ચમચી
5. ડ્રાય ફ્રુટ – 1/4 કપ
6. કેસર

- text

મલાઈ કુલ્ફી બનાવવાની રીત

1. સૌ પ્રથમ કેસરને 1 ચમચી દૂધમાં 15 મિનિટ માટે પલાળી રાખો.
2. હવે એક મોટા વાસણમાં દૂધને મધ્યમ તાપ પર મૂકો.
3. તેમાં ક્રીમ ઉમેરો અને સતત હલાવતા રહીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો.
4. પછી તેમાં કેસર, એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો. તેને સતત હલાવતા રહીને બરાબર પકાવો.
5. હવે તેને આંચ પરથી ઉતારીને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ ઠંડું થાય ત્યારે તેને માટીની કુલ્લડમાં કાઢી ફ્રીઝમાં મુકો.
6. 10 મિનિટ પછી તેને બહાર કાઢી તેના પર ડ્રાયફ્રુટનો પાવડર ઉમેરી ફરીથી ફ્રીઝરમાં મુકી દો.

તો તૈયાર છે ઠંડી-ઠંડી મલાઈ કુલ્ફી..

- text