મોરબી જીલ્લામાં આવતીકાલે તાપમાન 43 ડીગ્રી સેલ્શીયસની સપાટીએ પહોંચવાની આગાહી

- text


મોરબી : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી – તરઘડીયાના ઉત્તર-સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ દ્વારા આગામી તા. 14થી તા. 18 દરમિયાનના હવનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ મોરબી જીલ્લામાં અગામી તા. 14થી તા. 18 દરમ્યાન હવામાન સૂકું, ગરમ લુ વાળું અને અંશત: વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે.

- text

મોરબી જીલ્લામાં તા. 14ના રોજ 43 ડીગ્રી સેલ્શીયસ, તા. 15ના રોજ 42 ડીગ્રી સેલ્શીયસ, તા. 16ના રોજ 41 ડીગ્રી સેલ્શીયસ તથા તા. 17 અને 18ના રોજ 40 ડીગ્રી સેલ્શીયસ મહત્તમ તાપમાન રહી શકે છે. આમ, આ સમયગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન 40થી 43 ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 26-27 ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

વધુમાં, આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 73થી 76 અને 16થી 31 ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 31-32 કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text