જીકો… તમ તમારે… સીએનજી ગેસના ભાવમાં વધુ અઢી રૂપિયાનો વધારો

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા વાહન ચાલકોને વધુ એક વળ દઈને ચીંટીયો ભરી લેવાયો

મોરબી : ગુજરાત ગેસ કંપનીએ વાહન ચાલકોને આજે વધુ એક વળ દઈને ચીંટીયો ભરી લીધો છે. આજથી સીએનજી ગેસના ભાવમાં અઢી રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકવામાં આવતા મોંઘવારીનો માર ઝીલી રહેલા સામાન્ય નાગરિકોને વધુ એક ફટકો પડ્યો છે.

છેલ્લા છ મહિનાથી દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, શાકભાજી, તેલ, અનાજ, કઠોળ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા લોકોને જીવન જીવવું દુષ્કર બન્યું છે આ સ્થિતિમાં લોકોને સસ્તા ઇંધણનો વિકલ્પરૂપે સીએનજી મળ્યો છે પરંતુ ગત ઓગસ્ટ મહિનાથી ગુજરાત ગેસ કંપની દ્વારા વાહન વપરાશ માટેના સીએનજી અને ઘરવપરાશના પીએનજી ગેસના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવતા હાલમાં સીએનજી,પીએનજીના ભાવ બમણા સુધી પહોંચી ગયા છે.

- text

વાહન માટે લાંબા સમય સુધી 45 રૂપિયે મળતો ગેસ એપ્રિલમાં 79 સુધી પહોંચી ગયા બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી સીએનજીના ભાવમાં રૂપિયા અઢી જેટલો ભાવ વધારો કરી આજથી એક કિલોગ્રામ ગેસના ભાવ રૂપિયા 82.16પૈસા કરવામાં આવતા સીએનજી વાહન ચાલકો ઉપર દરરોજનો લખો રૂપિયાનો વધારાનો બોજ આવી પડ્યો છે.

- text