મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા “સમર સાયન્સ કેમ્પ”નું આયોજન

- text


કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી : પ્રવેશ નિઃશુલ્ક અપાશે

મોરબી : ઉનાળાનાં વેકેશન દરમ્યાન “સમર સાયન્સ કેમ્પ -2022” નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે અને આ કેમ્પમાં પ્રવેશ નિઃશુલ્ક આપવામાં આવશે.આ કેમ્પમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

ઉનાળાનાં વેકેશન દરમ્યાન “સમર સાયન્સ કેમ્પ -2022” નું “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર,ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.”રજા માં મજા” કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એન્ટ્રીની છેલ્લી તા.30 છે.દરેકને પ્રવેશ નિઃશુલ્ક છે.

- text

આ કેમ્પમાં તા.2ને રોજ 3D પ્રિન્ટીંગ,તા.4ના રોજ 3D મેથ્સ સેઈપ,તા.5 તથા 6ના રોજ ટીચર્સ વર્કશોપ,તા.7ના રોજ કેમિકલ ફન અને તા.9ના રોજ રોકેટ સાયન્સ અને તા.10ના રોજ ઈકો બ્રીક્સ કાર્યક્રમો સવારે 9 થી 1 કલાક દરમ્યાન યોજાશે.વધુ માહિતી માટે એલ.એમ.ભટ્ટ મો.98249 12230 / 87801 27202,દિપેનભાઈ ભટ્ટ મો.97279 86386 પર સંપર્ક કરવો.

- text