બ્યુટી ટિપ્સ : વાળને લોંગ એન્ડ શાઈની બનાવવા સ્ટેપ બાય સ્ટેપ કરો ઓઈલિંગ

- text


વર્તમાનમાં ફાસ્ટ લાઇફમાં નાનેરાથી લઇને મોટેરાઓ વાળની સમસ્યાથી કંટાળી ગયા છે. કોઇને વાળ ખરવાની સમસ્યા હોય તો કોઇને વાળમાં ખોડો થવાની સમસ્યા. ત્યારે વાળને પોષણ મળે એ માટે વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે. ઘણાં લોકો વાળમાં તેલ નાખ્યા પછી અનેક દિવસો સુધી રહેવા દેતા હોય છે અને પછી સમય મળે ત્યારે હેર વોશ કરતા હોય છે. તેમ કરવાને બદલે વાળમાં સમયાંતરે તેલથી મસાજ કરી વ્યવસ્થિત વાળ ધોવા જોઈએ.

આજકાલ અનેક લોકો વાળમાં તેલ નાખવાની સાચી રીતથી અજાણ હોય છે. સફેદ વાળને દુર કરી વાળને ઘાટા, કાળા અને લાંબા કરવા અહીં આપેલી રીતે સ્ટેપ બાય સ્ટેપ તેલ નાખવું જોઈએ. ત્યારે જાણો વાળમાં તેલ નાખવાની સાચી રીત.

સ્ટેપ-1

વાળમાં તેલ નાખ્યા પહેલા બરાબર કાંસકો ફેરવો અને પછી તેલ નાંખો. તેલ નાખ્યા પછી વાળમાં ક્યારેય પણ કાંસકો ના ફેરવવો જોઇએ. આમ, કરવાથી વાળ વધુ પ્રમાણમાં તૂટી જાય છે.

- text

સ્ટેપ-2

તેલ નાખતા પહેલા તેલને સામાન્ય ગરમ કરો અને પછી આંગળીના ટેરવાની મદદથી વાળમાં હળવા હાથે માલિશ કરો.

સ્ટેપ-3

વાળમાં તેલ નાખ્યા પછી તરત જ હેર વોશ ના કરો. એક રાત વાળમાં તેલ રહેવા દો અને પછી બીજા દિવસે શેમ્પુથી હેર વોશ કરી લો.

સ્ટેપ-4

વાળમાં તેલ નાખતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે, વધુ પ્રમાણમાં ઓઇલિંગ ના થાય. વાળમાં જરૂરિયાત કરતા વધારે તેલ નાખવાથી વાળ વધુ પ્રમાણમાં ડેમેજ થાય છે.

સ્ટેપ-5

વાળમાં મસાજ કર્યા પછી ગરમ પાણીમાં રૂમાલ પલાળીને પછી તેને વાળમાં લપેટી દો. આ પ્રોસેસ કરવાથી રોમછિદ્રો ખુલી જાય છે અને વાળને બરાબર પ્રમાણમાં પોષણ મળે છે.

- text