મોરબી જિલ્લાને તાકીદે ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવો : ગ્રાહક સુરક્ષા મંડળ

- text


મોરબી : મોરબી જિલ્લો બન્યો પરંતુ આજદિન સુધી મોરબીને જિલ્લા ગ્રાહક કોર્ટ મળી નથી તે બાબતે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જિલ્લો બન્યો તેને ઘણો સમય થઇ ગયો. તમામ સરકારી કચેરીઓ આવી ગઇ અને કાર્યરત થઇ ગઇ છે. મોરબીના ગ્રાહકોના પ્રશ્નો ઘણાં છે. જેમાં મુખ્યત્વે હાલમાં ગ્રાહકોના 120 કેસ રાજકોટ ખાતે રાજકોટ તકરાર નિવારણ કમીશનમાં ચાલે છે. તથા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં 7 કેસ ચાલે છે. નવી દિલ્હી ખાતે પણ 3 કેસ ચાલે છે.

- text

હવે ગ્રાહકોને મોટી મુશ્કેલી એ છે કે રાજકોટ ખાતે ફકત મંગળવારે જ કોર્ટ ચાલે છે. જેથી, ગ્રાહકોના કેસનો ભરાવો (પેન્ડિંગ) ઘણા રહે છે. વર્ષોથી ગ્રાહકોને ન્યાય મળતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ “જાગો ગ્રાહક જાગો’’ની યોજના સફળ બનાવવા ઘણા સુધારા કર્યા છે. પરંતુ ગ્રાહકો માટેની કોર્ટ ચાલતી ના હોય, આથી યોજના નિષ્ફળ થાય તેવું દેખાય છે. જ્યારે કોર્ટ જ ના ચાલતી હોય ત્યારે ગ્રાહકોને વિશ્વાસ ઉઠતો જાય છે. તો મોરબી જિલ્લાને તાત્કાલીક ગ્રાહક તકરાર નિવારણ કમીશન ફાળવવા માટે કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.

update

- text