હેલ્થ ટિપ્સ : જાણો.. આંખોની રોશની વધારવાના પાંચ ઘરગથ્થું નુસખા

- text


આજકાલ અનેક લોકોને નાની ઉંમરમાં પણ ચશ્મા આવી જતા હોય છે. નિયમિત ચશ્મા પહેરવામાં ન આવે તો તમને માથુ દુ:ખવા લાગે છે અને સાથે-સાથે દિવસો જતા તમારા નંબર પણ વધતા જાય છે. જો કે આજકાલ અનેક લોકો ચશ્માના નંબર કઢાવવા માટે ઓપરેશન પણ કરાવતા હોય છે. ઓપરેશન કરાવ્યા પછી નંબર જતા રહે છે, પણ જો તમે વગર નંબરે ચશ્મામાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો અને આંખોની રોશની વધારવા ઈચ્છો છો તો આ પાંચ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઘરેલું ઉપાયો જોરદાર અસરકારક છે તો તમે પણ અજમાવો આ નુસખા.

આંખોની રોશની વધારવાના ઘરગથ્થું નુસખા

1. ચશ્માના નંબરમાંથી છૂટકારો મેળવવા માટે એક ઇલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવો. જો તમે સતત મહિના સુધી આ દૂધ પીવો છો તો ચશ્માના નંબર ઉતરી શકે છે અને તમે રાહત પણ અનુભવશો.

2. લીલી શાકભાજી ચશ્માના નંબર ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. જો તમે રોજ પાલક અને મેથીનું સેવન કરો છો તો ચશ્માના નંબર ઉતરી શકે છે અને સાથે આંખોની રોશની પણ વધે છે. આ માટે તમે પાલકને બાફીને પણ ખાઇ શકો છો.

- text

3. આંખોના નંબર કાઢવા માટે અખરોટનું તેલ લો અને પછી આ તેલને ચારેબાજુ આંખોની આસપાસ મસાજ કરો. આંખોની બાજુમાં સતત એક મહિનો મસાજ કરવાથી આંખોની રોશની વધે છે અને સાથે ચશ્માના નંબર પણ છૂ થઇ જાય છે.

4. જો તમે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો છો તો તમારા આંખોના નંબર દૂર થઇ શકે છે અને આંખોની રોશની પણ વધે છે.

5. બદામને રાત્રે પલાળી દો અને એ બદામ સવારે ખાઓ. આ સાથે જ એ બદામનું પાણી પણ પી લો. જો તમે આ પલાળેલી બદામ સતત ત્રણ મહિના સુધી ખાઓ છો તો ચશ્માના નંબર ઓછા થાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે.

- text