વડગામના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં ટંકારાના અનુસૂચિત સમાજ દ્વારા મામલતદારને આવેદન

- text


ધારાસભ્યને જેલમાંથી સત્વરે મુક્ત કરવા તાલુકા પંચાયત સદસ્યની માંગ

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત સદસ્ય તથા દલિત સમાજ દ્વારા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની બિનકાયદેસર ધરપકડનાં વિરોધમાં અને તેને સત્વરે જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે ટંકારાના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે કરેલી ધરપકડના વિરોધમાં આજે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકોએ ટંકારાના મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમા જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી અનુસૂચિત જાતિના હોવાથી સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરે છે પરંતુ આ લોકશાહી દેશમાં આવી તાનાશાહી અને હિટલરશાહી ચલાવી નહીં લેવાઈ.

- text

વધુમાં, તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટે અંતમાં જણાવી, જો આમ કરવામાં નહીં આવે તો નાછુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપતી વેળાએ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક અગ્રણીઓ અને જાગુત નાગરિકો હાજર રહ્યા હતા.

- text