માળીયાના બગસરામાં વાયરીંગ ઉંચા લેવા તથા જુના પોલ બદલાવવા આવેદન

- text


બગસરા ગ્રામ પંચાયત દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરીને લેખિત રજૂઆત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના બગસરા ગામે પોલ તથા વાયરીંગ બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

માળીયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલ (થાંભલા) બહુ જુના છે. અને મેઇન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઇ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા)ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરાઈ છે. જેથી, અકસ્માતને આમંત્રણ ન મળે તેવી ગામ વતી પંચાયતની માંગણી છે.

- text

- text