માધાપરવાડી શાળામાં દાદીમાં પુણ્યતિથિ નિમિત્તે છાત્રોને શૈક્ષણિક કીટ અર્પણ

- text


હડિયલ પરિવાર દ્વારા કુલ 300 વિદ્યાર્થીઓને કીટ અપાઈ

મોરબી : મોરબીના હડિયલ પરિવાર દ્વારા તેમના દાદીમાંની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં કુલ 300 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી.શાળાના આચાર્યએ દાતાઓનો આભાર માન્યો હતો.

લોકો સારા-નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે.એવી જ રીતે માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલ,ગોપાલ રામજીભાઈ હડિયલ,મુકેશભાઈ દિનેશભાઈ હડિયલ ત્રણેય યુવાનોએ પોતાના દાદીમાંની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.1 થી 4 ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ તેમજ પેન્સિલ,રબ્બર,પેન્સિલ,સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરેલ હતી.બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું.શાળાના આચાર્યએ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text