મોરબીમાં એરપોર્ટ માટે દિલ્હીની એરપોર્ટ ઓથોરિટી ટીમે કર્યો સર્વે

- text


દીવાલની કામગીરી દરમિયાન ખેડૂતોના રસ્તાના પ્રશ્ન ઉઠતા દિલ્હીની ટીમે સર્વે કરીને રિપોર્ટ રજૂ કરશે

મોરબી : મોરબીના રાજપર ગામે એરપોર્ટ માટે સરકારે જગ્યા ફાળવ્યા બાદ કમ્પાઉન્ડ દીવાલની કામગીરી કરવામાં આવી રહી છે. એ દરમિયાન ખેડૂતોને રસ્તાના પ્રશ્નો ઉઠતા આ કામ અટકી ગયું છે. આથી દિલ્હી એરપોર્ટ ઓથોરિટીની ટીમ મોરબી પહોંચીને સર્વે કર્યો હતો. આ ટીમે અહીંયા સઘન સર્વે કર્યા બાદ તેનો અહેવાલ રજૂ કરશે

મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવા માટે હાલ કમ્પાઉન્ડ દીવાલનું કામ હાલ 60 ટકા પૂર્ણ થયું છે. પરંતુ સ્થાનિક ખેડૂતોના રસ્તાના પ્રશ્ન નડતા આ કામ અટકાવી દેવાયું છે. તેથી એરપોર્ટ માટે જમીન યોગ્ય છે કે કેમ તેમજ રસ્તાના પ્રશ્નના નિરાકરણ માટે આજે દિલ્હીની એરપોર્ટ ઓથોરિટી ટીમના એક દિલ્હીના સભ્ય તેમજ ગુજરાતના લેન્ડ કો-ઓર્ડીનેટર સમીર બુદેલા સહિતના 6 લોકોની ટીમ આજે મોરબી આવી હતી અને આ ટીમે મોરબીના મામલતદાર ડી.જે.જાડેજા, આર.એન.બી.ના અધિકારી હિતેશભાઈ આદ્રોજા, સર્વયર અનિલ મકવાણાને સાથે રાખે એરપોર્ટ ખાતેની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં દિવાલનું કામ તેમજ રસ્તાના પ્રશ્નો તેમજ નડતરરૂપ વિજપોલ સહિતનો સર્વે કર્યા બાદ હવે પછી રિપોર્ટ રજૂ કરશે તેમ આર.એન.બી.ના અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text