હાલો આપણું 20નું બંધ ! વાંકાનેર પોલીસના તીન એક્કા… ચાર મહિલા સહિત સાત જુગાર રમતા ઝબ્બે 

- text


વાંકાનેરમાં સીટી સ્ટેશનરોડ વાંજાવાસ મચ્છુ નદી કાંઠે પોલીસે દરોડો પાડ્યો 

વાંકાનેર : વાંકાનેર શહેરમાં સીટી સ્ટેશન રોડ ઉપર વાંજાવાસ મચ્છુ નદી કાંઠે પોલીસે દરોડો પાડી પાના ટીચતી ચાર મહિલા સહીત સાત શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 6210 કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં સીટી સ્ટેશન રોડ ઉપર વાંજાવાસ મચ્છુ નદી કાંઠે જુગાર રમાતો હોવાનો બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલ જાકીરભાઈ ઉસ્માનભાઈ શેખ, અબ્દુલભાઈ કાલુભાઈ ફકીર, અલીસાભાઈ નુરસાભાઈ શેખ, રાબીયાબેન રફીકભાઈ ફકીર, હલીમાબેન અલીશાનુરશા શેખ, જેનાબેન હાજીભાઈ શેખ અને શહેનાજબેન જાકીરભાઈ ફકીરને તીનપતીનો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂ.6210 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text