ટ્રકના છાંયડે બેઠેલા ગંગાબેન ઉપર ટાયર ફરી વળતા મૃત્યુ 

- text


વાંકાનેર રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે બનેલી અરેરાટી જનક ઘટના 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ભિક્ષાવૃતિ કરી જીવનનિર્વાહ કરતા મકનસર ગામના વૃધ્ધા ટ્રકના છાંયડે બેઠા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક ટ્રક ચલાવી ટાયર નીચે કચડી નાખતા વૃધ્ધાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકનસર ગામે રહેતા અને ભિક્ષાવૃતિ કરતા પપીબેન ઉર્ફે ગંગાબેન સમજુનાથ રાઠોડ રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે બપોરના સમયે ટ્રક રજી.નં.જીજે-૩૬-ટી-૫૮૮૭ના આગળના ટાયર પાસે છાંયડે બેઠા હતા ત્યારે ટ્રક ચાલકે આગળ જોયા વગર પોતાનો ટ્રક ચલાવતા ટ્રકના આગળની વ્હીલ નીચે આવી જતા પપીબેન ઉર્ફે ગંગાબેનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.અને ઘટના બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.

- text

અકસ્માતની આ ઘટના અંગે ધીરૂનાથ સમજુનાથ રાઠોડ દ્વારા તેમના માતાનું મૃત્યુ નિપજાવનાર ટ્રક રજી.નં.જીજે-૩૬-ટી-૫૮૮૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text