મોરબી પંથકમાં આજે વાતાવરણમાં પલટો : વાદળછાયો માહોલ છવાયો

- text


વરસાદી વાતાવરણના લીધે ખેડૂતો ચિંતિત : બેવડી ઋતુના કારણે રોગચાળો વકરવાની શક્યતા

મોરબી : હાલ ઉનાળો ચાલી રહ્યો છે. પરંતુ આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે મોરબી પંથકમાં આજે વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. જો કે વરસાદી વાતાવરણના લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે. અને બેવડી ઋતુના કારણે રોગચાળો વકરવાની શક્યતા વધી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં આજ સવારથી ધાબળીયુ વાતાવરણ છવાઈ ગયેલું જોવા મળ્યું છે. આકાશમાં વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને હાલ ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાંથી લોકોને રાહત મળી છે.

જો કે વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અને માવઠાના લીધે કેરીનો પાક નાશ થવાની સંભાવનાના લીધે ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.

- text

- text