વાંકાનેરના સમથેરવા ગામે રોડનું કામ નબળું થતું હોવાની રાવ

- text


 

વાંકાનેર : વાંકાનેરના સમથેરવા ગામે સીસી રોડ બનાવવાનું કામ મંજૂર થયું છે. પરંતુ આ કામ પ્લાન મુજબ કરવામાં આવતું નથી તેવી ગ્રામજનોની ફરિયાદ છે.

- text

આ ઉપરાંત રોડનું કામ મેટલ નાખ્યા વિના માત્ર ઉપર છલ્લો સીમેન્ટ નાખીને થઈ રહ્યું છે. તેમજ રસ્તાનું પણ કોઈ લેવલીંગ કરાયું નથી અને યોગ્ય મટીરીયલ વપરાયું નથી. મંજૂર થયેલા આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવા આક્ષેપ સાથે આ રોડનું કામ તાત્કાલિક બંધ કરવા સુરાભાઇ મુંધવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરે છે.

- text