માળીયાના જુમાવાડી વિસ્તારના અગરિયાઓને પોષણક્ષમ નાસ્તાનું વિતરણ કરાયું

- text


માળીયા(મી.) : જિલ્લા પંચાયત ICDS વિભાગ,જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી તેમજ અગરિયા હિતરક્ષક મંચ,ICDS વિભાગ,માળીયા મિયાણા મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ,પી.એચ.સી.વવાણીયાના સંયુક્ત ઉપક્રમે અગરિયાઓને નાસ્તો અને ટી.એચ.આર.નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ જિલ્લા પંચાયત ICDS વિભાગ,જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી તેમજ અગરિયા હિતરક્ષક મંચ,ICDS વિભાગ,માળીયા મિયાણા મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ,પી.એચ.સી.વવાણીયા દ્વારા જુમાવાડી અગર વિસ્તારોમાં અગરિયાઓના બાળકો,કિશોરીઓ,સગર્ભા બહેનો,ધાત્રીમાતાઓને નાસ્તો અને ટી.એચ.આર.નું વિતરણ કરવામાં આવ્યું હતું.આંગડવાડી કાર્યકર દિવ્યાબેન,અગરિયા હિત રક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતીસિંહ,બી.બારૈયા મોબાઈલ હેલ્થ યુનિટ આમરણના M.P.W. વિપુલભાઈ તેમજ વવાણીયા P.H.C.નર્સ બહેન,આશા વર્કર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

મોબાઈલ હેલ્થ યુનિટ આમરણ P.H.C.ના M.P.W. વિપુલભાઈ દ્વારા અગરિયાઓને આરોગ્ય માટે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.P.H.C.વવાણીયાના સ્ટાફ દ્વારા મમતા દિવસની કામગીરી કરવામાં આવી હતી.જેમાં સગર્ભા બહેનોને રસીકરણ,કિશોરીઓના વજન કરવા,ઊંચાઈ માપવી વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી.

- text

- text