યુક્રેનના લોકોની હિજરત, હજારો લોકોના મોત છતાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ

- text


મોરબી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. યુદ્ધને 6 અઠવાડિયાથી વધુનો સમય થયો છે ત્યારે આ યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નિવેદન કર્યું છે કે યુક્રેનની અંદર સૈન્ય કાર્યવાહી સતત ચાલુ રહેશે.

રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે એવું લાગતું હતું કે રશિયા જેવું મહાશક્તિશાળી સૈન્ય અને હથિયારોથી સજ્જ દેશ કલાકોની અંદર યુક્રેનને ઘૂંટણિયે પાડી દઈશ દેશે પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિની કારણે આ યુદ્ધ સતત ચાલી રહ્યું છે. ઉપરથી યુરોપના દેશો અને અમેરીકા બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેઓ સતત યુદ્ધને લગતી મદદ પહોંચાડી રહ્યા છે. જેના કારણે યુદ્ધ સતત લંબાઈ રહ્યું છે.

- text

24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેનની સરકારને ઉથલાવવા હુમલો કર્યો હતો. છ અઠવાડિયા વીત્યા પછી પણ યુદ્ધ અટક્યું નથી પરંતુ યુક્રેન, રશિયાને ભારે નુકસાન તેના કારણે વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી બાજુ યુક્રેનના લોકો દેશ છોડીને હિજરત કરી ચુક્યા છે તે છતાં પણ જેલેન્સકી યુદ્ધ ચાલુ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રશિયાના પુતિન દિવસોથી ચાલી રહેલા યુદ્ધને શાંત પાડવાની જગ્યાએ યુદ્ધમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે તેવું નિવેદન કરી રહ્યા છે.

- text