હળવદમાં વ્યાજખોરો વિફર્યા : કાકાએ કરેલી ફરિયાદ પાછી ખેંચવાનું કહી ભત્રીજા ઉપર હુમલો

- text


મીઠાઈ – ફરસાણના વેપારીના ભત્રીજાને આંતરી 10 લાખ પરત આપવાનું કહી જાનથી પતાવી દેવાની ધમકી

હળવદ : હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટનામાં ડઝન જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એક વ્યાજખોરે ફરિયાદીના ભત્રીજાને મોડી રાત્રે આંતરી કાકાએ કરેલી ફરિયાદ પાછી ખેંચી લઈ 10 લાખ આપી દેવા માંગણી કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં અરિહંત મીઠાઈ ફરસાણની દુકાન ધરાવતા હિતેશભાઈ હિમતલાલ શેઠ નામના વેપારીએ વ્યાજખોરોથી ત્રાસી જઈ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ગત મહિને હળવદ પોલીસ મથકમાં ડઝનેક જેટલા વ્યાજખોરો વિરુદ્ધ નોંધાવી હતી. આ અંગેનો ખાર રાખી હળવદ બસસ્ટેન્ડ પાછળ રહેતા આરોપી જનકભાઈ પ્રભુભાઈ રબારી અને તેના પિતરાઈ ભાઈ જયદિપભાઈ રબારીએ હિતેશભાઈના ભત્રીજા નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ અને ભાર્ગવને તા.10ના રોજ રાત્રીના સમયે રસ્તામાં આંતર્યા હતા.

- text

વધુમાં આરોપી જનકભાઈ પ્રભુભાઈ રબારી અને જયદિપભાઈ રબારીએ નિકુંજભાઈ રાજેશભાઈ શેઠ અને ભાર્ગવને ધમકાવી તારા કાકાએ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેજે તેમ કહેતા નિકુંજે તને મારા કાકાને કહો મને નહિ એમ જણાવતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના ધોકા વડે બેફામ માર મારી 10 લાખ પરત આપવાનું કહી ફરિયાદ પાછી ખેંચી લેજે નહિ તો જાનથી મારી નાખવા ધમકી આપતા આ પ્રકરણમાં બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

હાલ હળવદ પોલીસે નિકુંજ શેઠની ફરિયાદને આધારે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text