રિસામણે આવેલી બહેનના સમાધન માટે ગયેલ પટુભાઈને છરી ઝીકતો પપી

- text


મોરબી ઉમિયા સર્કલ નજીક બનેલ બનાવમાં બનેવી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી ઉમિયા સર્કલ નજીક રિસામણે આવેલી બહેનના સમાધાન માટે બનેવી સાથે વાતચીત કરવા ગયેલા પટુભાઈ ઉપર બનેવી અને તેના ભાઈ પપી સહિતના શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીકી દેતા બનેવી સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ કુબેર ટોકીજ પાછળ રહેતા પટુભાઇ શાંતિલાલભાઇ કડેવારના બહેન બે દિવસથી રિસામણે આવ્યા હોય પટુભાઈ તેમના સમાધાન માટે ઉમિયા સર્કલ પાસે બનેવી ભુપત નાગજીભાઇ, પપી નાગજીભાઇ અને કમલેશ બાબુભાઇ કુંઢીયા રહે. બધા મોરબી પાપાજી ફનવર્ડ સામે ઝુંપડમાં વાળાને મળવા માટે ગયા હતા.

દરમિયાન સમાધાનની વાતચીત સમયે આરોપી બનેવી સહિતના શખ્સોએ પટુભાઈને ગાળો આપતા પટુભાઈએ ગાળો આપવાની ના પાડતા તેમના બનેવીના ભાઈ પપીએ છરી વડે હુમલો કરી માથામાં, જાંઘ ઉપર સાથળ સહિતની જગ્યાએ આડેધડ છરી મારી ઇજા કરતા પટુભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

ઘટના અંગે પટુભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪,૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text