મોરબીમાં એસપી ઓડેદરાને માનભેર વિદાય, નવા એસપી રાહુલ ત્રિપાઠીને ઉમળકાભેર આવકાર

- text


રેન્જ આઈજી સંદિપસિંહે ક્રાઇમ રેટ અંકુશમાં રાખવાની એસપી ઓડેદરાની કામગીરીને બિરદાવી

મોરબી : તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના એસપી એસ.આર ઓડેદરાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. તેથી તેમનોવિદાય સમારોહ અને ગીર સોમનાથથી બદલી થઈને આવેલા મોરબીના નવનિયુક્ત એસપી રાહુલ ત્રિપાઠીનો આવકાર સમારોહ મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવ્યો હતો.

મોરબી એસપી ઓડેદરાના માનભેર વિદાય અને નવા એસપી રાહુલ ત્રિપાઠીના આવકાર સમારોહમાં વિદાય લઈ રહેલા એસપી ઓડેદરાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક કપરી પરિસ્થિમાં પણ પોલીસે ટીમ વર્કથી કામ કર્યું છે એનો મને સંતોષ છે. મોરબી જિલ્લાની પોલીસના સહકારથી આજે મોરબીના ક્રાઇમ રેટ ઘટાડવામાં મહદઅંશે સફળ થયા છે. આ તકે રેન્જ આઈ.જી.એ પણ એસપી ઓડેદરાએ કરેલી કામગીરીને બિરદાવી હતી અને તેમણે જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટ્રેશન અને ડેટા રાખવા બનાવેલી એપ. ની સરાહના કરી ભવિષ્યમાં મોરબીનો આ એપ ઘણી ફાયદાકારક નિવડશે તેમ જણાવ્યું હતું. સાથોસાથ નવા એસપીનો ઉમળકાભેર આવકાર આપી નવા એસપી પણ બધાને સાથે રાખી એક ટીમ વર્કથી ઉત્કૃષ્ઠ કામગીરી કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

સાથેસાથે નવા એસપી રાહુલ ત્રિપાઠીએ પણ મોરબી જિલ્લામાં ક્રાઇમ રેઈટ અંકુશમાં રાખવા અને ગુનાખોરીને કડક હાથે ડામી દેવાની તૈયારી દર્શાવી હતી. આ સમોરોહમાં ડીડીઓ પી.જે ભગદેવ, અધિક કલેકટર એન.કે.મુછાર, ડે. કલેકટર ઝાલા, એએસપી બંશલ, ડીવાયએસપી પઠાણ,જિલ્લાના તમામ પીઆઇ, પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સહિતના હાજર રહીને એસપી ઓડેદરાને માનભેર વિદાય આપી નવા એસપી રાહુલ ત્રિપાઠીને ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

- text

- text