ભાજપે આજે સ્થાપના દિને લોન્ચ કરી ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ

- text


કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ

મોરબી : 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી હતી. ત્યારે આજે કેન્દ્રની સત્તા સંભાળી રહેલો ભારતીય જનતા પક્ષ પોતાનો 42મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરહંમેશ જનતા અને બાળકોને મદદરૂપ બનવા નવી નવી યોજનાઓ અમલમાં મુકતા હોય છે.તેમજ બાળકો કુપોષિત ન રહે તે માટે પ્રયત્નશીલ રહે છે.આથી સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુપોષિત બાળકો માટે અનોખી ચોકલેટ લોન્ચ કરી છે. ત્યારે બાળકોમાં ચોકલેટ અને બીજેપીની ટોપીઓનું વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકોમાં કુપોષિતનું પ્રમાણ ઘટાડવા આંગડવાડી કેન્દ્રો શરુ કરાવી અને બાળકોને પોષણયુક્ત નાસ્તો આપવામાં આવે છે.આ ઉપરાંત બાળકોને બાલભોગ,માતૃશક્તિ,શીરો,સુખડી વગેરેના પાવડર આપવામાં આવે છે.આ તમામ પાવડરની વિવિધ સામગ્રી બનાવી બાળકોને આપવાથી બાળકોમાં કુપોષિતનું પ્રમાણ ઘટે છે.

- text

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોમાં પોષણ શક્તિ વધારવા અને કુપોષણને દૂર કરવા વધુ એક પગલું અપનાવ્યું છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીનો 42માં સ્થાપના નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુપોષિત બાળકો માટે ચોકલેટ બનાવડાવી છે.આ ચોકલેટના કવર પર કમળનું ચિન્હ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટા લગાવવામાં આવ્યો છે.બાળકો માટે પોષણયુક્ત ચોકલેટ બનાવડાવી આ ચોકલેટ લોન્ચ કરી છે.આ ચોકલેટ આજરોજ બાળકોમાં વિતરણ કરવામાં આવશે. તેમજ ચોકલેટ સાથે બીજેપીની ટોપીઓ પણ વિતરણ કરવામાં આવશે.

ભાજપની સ્થાપનાની ટૂંકો ઇતિહાસ

1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી બાજપાઈની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો ત્યારે ભારતીય રાજકારણમાં એક નવી આશાનો ઉદય થયો હતો. ભાજપના પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1950, 1960 અને 1970ના દસકાથી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું અને તેના નેતા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા. 1977થી 1979 સુધી જનસંઘ મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકારનું એક અભિન્ન અંગ હતું. ભાજપ ભારતીય જનસંઘ ઉત્તરાધિકારી પાર્ટી છે, જે પોતે 1977માં જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવી હતી. જનતા પાર્ટીના આંતરિક મતભેદોને 1979માં જનતા સરકારના પતનમાં પરિણમતાં 1980માં ભાજપે એક અલગ પક્ષ તરીકે રચના કરી હતી.

- text