ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં સભ્ય તરીકે મોરબીના CAની નિમણુંક

- text


યુવક દિલ્હીની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મેળવનારા પહેલા CA બન્યા

મોરબી : મોરબીમાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત CAની ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં સભ્ય તરીકે નિમણુક થઈ છે.તેઓ દિલ્હીની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મેળવનારા પહેલા CA બન્યા છે.

- text

મોરબી CA એસોસિશનનાં પ્રમુખ CA વિજય સિતાપરાને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (I.C.A.I) દિલ્હીની મહત્વની ગણાતી બેન્કિંગ,ફાઇનાન્સ અને ઇનસ્યોરન્સ કમિટીમાં સભ્ય તરીકે નિમણુક થઈ છે.CA વિજય સિતાપરા મોરબી શહેરમાં છેલ્લા 20 વર્ષથી CA પ્રેક્ટિસમાં તથા ફાઇનાન્સ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.તેમજ સિરામિક ઉદ્યોગને ફાઇનાન્સ અપાવવામાં સિંહ ફાળો રહ્યો છે.મોરબી જેવા નાના શહેરમાંથી આઇ.સી.એ.આઈ(ICAI) દિલ્હીની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મેળવનારા પહેલા CA બન્યા છે.તે બાબતે CA એસોસિશન મોરબી ગર્વ અનુભવવાની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી..

- text