હળવદના નવા વેગડવાવ નજીક યુવાનનો લીમડાના ઝાડે લટકી આપઘાત

- text


રોડ પરની વાડી એ જ યુવાન લીંમડે લટકતી હાલતમાં જોવા મળ્યો

બનાવને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા

હળવદ : હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ નજીક આવેલ એક વાડી પાસે આજે વહેલી સવારના કોઈ અજાણ્યો યુવાન લીમડાના વૃક્ષ પર લટકતો હોવાનું ત્યાંથી પસાર થતા લોકોને ધ્યાને આવતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ વેગડવાવ ગામ નજીક આવેલી મકનભાઈ લવજીભાઈની વાડી પાસે એક અજાણ્યા યુવાને લીમડાના ઝાડની ડાળીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે એકત્રિત થયા હતા. જો કે આ યુવાનની ઓળખ હજુ સુધી મળી નથી. હાલ આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે હજુ સુધી આ યુવાન કોણ છે.? કયા ગામનો છે અને તેને આત્મહત્યા કરી છે કે શું છે.? તે વિગત સામે આવી નથી.

- text