વાંકાનેર નજીક દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઇ, ચાલક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર પોલીસને જોઈ બોલેરો ચાલક નાસી જતા બોલેરો કાર ચેક કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ સહિત 3.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં બોલેરો કાર ઉભી હોય પોલીસને જોઈ બોલેરો ચાલક નાસી જતા પોલીસે બોલેરો ચેક કરતા અંદરથી 800 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બોલેરો પીકઅપ વાહન નંબર GJ-36-T-7841ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી રૂપિયા 1600ની કિંમતનો દારૂ અને 3 લાખની કિંમતનું બોલેરો વાહન કબ્જે કર્યું હતું.

- text