મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ : 30 દિવસમાં નાણાં ચૂકવવા હુકમ

- text


મોરબી : મોરબી નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસની વિગત જોઇએ તો ફરીયાદી કૈલાશ ઇલેક્ટ્રોનીક્સના માલિક વિજયભાઈ મોહનભાઇ કંઝરીયા,રહે-મોરબીવાળા પાસેથી આરોપી-દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાની રહે-મોરબીવાળાએ ઇલેક્ટ્રોનીક્સ માલની ખરીદી કરેલી હતી. જે રકમ રૂપીયા 1,75,170 રકમ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો, જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી.મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ- 2018 ની સાલમાં દાખલ થયો હતો.

- text

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયા અને એ.પી.કંઝારીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-25-3-2022 ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબે આરોપી દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જાનીને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 1,75,170 ફરીયાદીને હુકમની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, એ.પી.કંઝારીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા.

- text