હળવદના મોક્ષધામમાં તાકીદે લાકડા અને છાણા ઠાલવતી પાલિકા

- text


જરૂરિયાત મુજબ જ છાણા લાકડાનો ઉપયોગ કરવા પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલનો અનુરોધ

હળવદ : હળવદ નગરપાલિકા સંચાલિત મુક્તિધામમાં છાણા અને લાકડાનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાના અહેવાલો બાદ પાલિકા પ્રમુખ એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ પાલિકા તંત્રને કડક આદેશો દેતા અધિકારીઓ દોડતા થયા હતા અને ગઈકાલે સાંજે જ છાણા અને લાકડાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હળવદ શહેરમાં આવેલ મુક્તિધામમાં છાણા અને લાકડા ન હોવાના અહેવાલો સામે આવ્યા બાદ પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ હરકતમાં આવ્યા હતા અને પાલિકાના કર્મચારીઓને કડક સૂચનાઓ આપતા આખરે ગઈકાલે સાંજે જ મુક્તિધામમાં છાણા અને લાકડા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text

પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મુક્તિધામમાં છાણા,લાકડાનો જથ્થો ખુટી પડયો હોવાનું અમારા ધ્યાને આવતા તુરંત જ વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી બીજીવાર ક્યારેય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે થઈ પાલિકાના કર્મચારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. સાથે જ હળવદ શહેરના લોકોને પણ દુઃખદ ઘડીએ આમ તેમ ભટકવુ પડે તે અમારી માટે પણ દુઃખની વાત છે જેથી પાલિકાની આ ભૂલ બદલ તેઓએ શહેરીજનોની માફી પણ માંગી હતી સાથો – સાથ લાકડાનો બગાડ નહિ કરતા જરૂરત મુજબ જ છાણા લાકડાનો વપરાશ કરવા અનુરોધ કર્યો હતો.

- text