ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં લોક વિજ્ઞાન કેન્દ્રનો દબદબો

- text


મોરબી : ખેલ મહાકુંભમાં ઓપન કેટેગરીમાં 400 મીટર દોડ સ્પર્ધામાં લોક વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન કેન્દ્ર સહાય તરીકે ફરજ બજાવતા યુવાનોએ મેદાન માર્યું હતું.”આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરનારા યુવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

ખેલ મહાકુંભ અંતર્ગત જોધપર (નદી) ખાતે ઓપન કેટેગરીમાં 400 મીટર દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.”ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર “દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીમાં વિજ્ઞાન કેન્દ્ર સહાય તરીકે ફરજ બજાવતા અને ભવિષ્યમાં આર્મીની તૈયારી કરતા નિમાવત સ્મિત અશોકભાઈ,અબાસણીયા,દિનેશ સુરેશભાઈએ તાલુકાકક્ષા ઓપન કેટેગરીમાં દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ બદલ “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા બધી જ સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

- text