માળીયામાં અધૂરા કામો પૂર્ણ કરવા અગ્રણીઓની બાંધકામ અધિકારી સાથે ચર્ચા

- text


મેઘપર-દેરાળા રોડના કામ માટે ડી.ડી.ઓ.ને રજૂઆત કરી

માળીયા (મી.) : માળીયા(મી.)ના સરપંચો,તાલુકાના પ્રમુખે મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન,અધિકારી સાથે માળીયા(મી.)માં અધૂરા કામો પુરા કરાવવા ચર્ચા કરી હતી. તેમજ મેઘપર-દેરાળા રોડના કામ માટે ડી.ડી.ઓ.ને રજૂઆત કરી હતી.

માળીયા તાલુકાના સરપંચો અને અગ્રણીઓએ મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા સાથે અધૂરા રહેલા કામો વહેલી ટકે પુરા કરવા  રજૂઆત કરી હતી આથી ચેરમેને  અધિકારી સાથે ચર્ચા કરી અટકેલા તેમજ ચાલુ કામો વહેલી તકે પુરા કરાવવા માટે સૂચના આપી હતી.તેમજ મેઘપર-દેરાળા રોડ માટે માળિયા તાલુકાના સરપંચો,માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા,જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે રહીને ડીડીઓને રજૂઆત કરી હતી.

- text

- text