મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓને કોર્બીવેક્સ અપાઈ

- text


ધો.7-8ની 108 વિદ્યાર્થીનીઓ અને 90 વિદ્યાર્થીઓએ વેક્સીન લીધી

મોરબી : મોરબીના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.જેમાં ધો.7 અને 8માં અભ્યાસ કરતા 108 વિદ્યાર્થીનીઓ અને 90 વિદ્યાર્થીઓએ વેકસિન લીધી હતી.

સરકાર આબાલ,વૃદ્ધ અને યુવાનો સૌની ચિંતા કરી રહી છે,કોરોના સામે વેકસીનથી તમામ લોકો સુરક્ષા કવચ મેળવે એ માટે સૌ પ્રથમ ફ્રન્ટ લાઈન વર્કર, ત્યારબાદ 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓ ત્યારબાદ 18 થી 45 વય ધરાવતા યુવાનો પછી 15 થી 17 વર્ષની વય ધરાવતા તરૂણોનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર ગુજરાત અને સમગ્ર મોરબી જિલ્લામાં 12 થી 14 વર્ષની વય જુથ ધરાવતા એટલે કે ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતા બાળકોને વેકસિન મુકવાનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ પી.એચ.સી બગથળાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા માધાપરવાડી કુમાર અને કન્યા શાળાનાં 172 જેટલા વિદ્યાર્થીઓને કોરબીવેકસીનનો ડોઝ મૂકી કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતા 108 વિદ્યાર્થીનીઓ અને 90 વિદ્યાર્થીઓએ વેકસિન લીધી હતી.વિદ્યાર્થીઓએ પણ હોંશભેર વેકસિન મુકાવી પૂરતો સાથ સહકાર આપેલ હતો.એમ બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયાની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text