જાણો.. નાનકડી પણ અતિ ઉપયોગી એવી પેપર ક્લિપની શોધ કોણે કરી?

- text


15 માર્ચ : પેપર ક્લિપના શોધક જહોન વાલેરની આજે જન્મજયંતિ

પેપર ક્લિપથી આમ તો બધા પરિચિત હશે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતી વ્યક્તિઓ માટે પેપર ક્લિપ ખૂબ જ ઉપયોગી છે. પેપર ક્લિપ બે કે એનાથી વધારે કાગળોને એક સાથે ભેગા કરી રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એ પણ કાણું પાડયા વગર. આમ તો ટાંકણી અને સ્ટેપલર પણ કાગળોને ભેગા કરી રાખે છે, પણ એ વસ્તુઓ કાગળમાં કાણાં પાડીને આ કામ કરી આપે છે. જ્યારે કે પેપર ક્લિપથી કાગળોમાં કાણાં નથી પડતાં.

પેપર ક્લિપ જેવી નાનકડી પણ ખૂબ જ ઉપયોગી એવી આ વસ્તુની શોધ જોહાન વાલેર નામના માણસે વર્ષ 1900 આસપાસ કરી હતી. ત્યારે એ જર્મનીમાં કામ કરતા હતા. એક પેપર ક્લિપ એ માત્ર એક તારનો વાળેલો ટુકડો હોય છે, પરંતુ પોતાના દબાણથી એ અનેક કાગળોને એક સાથે પકડી રાખે છે. પેપર ક્લિપની શોધ કરનાર જોહાન વાલેરના સન્માનમાં એક વિશાળ પેપર ક્લિપ નોર્વેના ઓસ્લો શહેર નજીક રાખવામાં આવી છે.

- text

જહોન વાલેરનો જન્મ ઓંસકોંગ ખાતે એક ખેડૂતના ઘરે 15 માર્ચ, 1866ના રોજ થયો હતો. તેઓ નોર્વેના પેટન્ટ ક્લાર્ક હતાં. પેપર ક્લીપ પેટન્ટ માટે 12 નવેમ્બર, 1899માં અરજી કરી અને 6 જૂન, 1901માં પેટન્ટ રજીસ્ટર થઇ. આ પહેલાં પણ અમેરિકામાં પેપર ક્લીપને પેટન્ટ મળી હતી પણ તે ક્લીપ આનાથી અલગ હતી અને તે ક્લીપ નોર્વેમાં વેચાણમાં ન હતી. તેથી, તેમને પેટન્ટ મળી હતી. નોર્વેની ભાષામાં તેને બાઇન્ડર કહેતા. જોહાન વાલેરનું મૃત્યુ 14 માર્ચ, 1910ના રોજ ક્રીસ્ટીઆનીયામાં થયું હતું.

- text