મોરબીના બેલા ગામના બસસ્ટેન્ડ પાસેથી 12 બોટલ વોડકા સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બેલા ગામના બસ સ્ટેન્ડ નજીકથી મૂળ કચ્છના અને હાલમાં લગધીરગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા રાજેશ વીસાભાઇ મકવાણા નામના યુવાનને ભારતીય બનાવટની વાઇટ લેસ વોડકા બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-12 કિં.રૂ.3600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text