ઉછીના આપેલા પૈસા પરત માંગતા પૈસાને બદલે પાઇપના ઘા મળ્યા

- text


વાંકાનેરના જીનપરા વિસ્તારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ઉછીના આપેલા પૈસા પરત માંગનાર યુવાન ઉપર બે શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરી માથું ફોડી નાખી ઇજાઓ પહોંચાડતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વિશાલભાઇ વિનોદભાઇ અઘારાએ આરોપી દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ કોળીને હાથ ઉછીના પૈસા આપ્યા હોય જે નાણાં પરત માંગતા આરોપીને સારું લાગ્યું ન હતું.

વધુમાં ફરિયાદી વિશાલભાઇ વિનોદભાઇ અઘારાએ આરોપી દિપક ઉર્ફે બટેક દેવશીભાઇ પાસે નાણાં પરત માંગતા આરોપી દિપક અને સાગર સલાભાઇ કોળીએ વિશાલભાઈને ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારવાની સાથે માથામાં લોખંડનો પાઇપ ફટકારી દેતા માથામાં ત્રણ ટાંકા લેવા પડયા હતા.

- text

આ ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે વિશાલભાઈની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text