મોરબીના ભરતનગર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ

- text


ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઇજા

મોરબી : મોરબી- માળીયા હાઇવે ઉપર ભરતનગર ગામ નજીક કેશવ પ્લાઝા સામે આજે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે 2 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી અને હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મોરબીના ભરતનગર ગામ પાસે કેશવ પ્લાઝા કોમ્પ્લેક્સ સામે આજે સવારે 8 વાગ્યાના અરસામાં એક ટ્રક હાઇવે ક્રોસ કરતો હતો તે વખતે બીજો ટ્રક અથડાતા ટ્રકની કેબિનનો ભૂકો બોલી ગયો હતો. પરંતુ સદનસીબે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને સામાન્ય ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા છે જ્યારે અકસ્માતના પગલે 3 કલાક સુધી હાઇવે નો બંને સાઈડ 5-5 કિમિ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતોઅને આ ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો ફસાયા હતા.

- text

વધુમાં અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બને ટ્રકને સાઈડમાં ખસેડવાની અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- text