અગેઇન ગુડ ન્યુઝ : મોરબી જિલ્લામાં આજે ફરી કોરોનાના કેસ ઝીરો

- text


 

8 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસ 11 વધ્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં આજે ફરી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં આજે કોરોનાની વિદાય નિશ્ચિત થઈ ગઈ હોય એમ એક પણ કેસ નોંધાયા ન હતા. છેલ્લા બે મહિનામાં આવું બીજી વખત બન્યું છે.

- text

મોરબી જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ જાન્યુઆરીમાં હાહાકાર મચાવ્યો હતો એક તબબકે 350 થી પણ વધુ કેસ સામે આવતા કેટલાક નિયંત્રણ પણ લાદવામાં આવ્યા હતા. પણ ફ્રેબ્રુઆરી માસ શરૂ થતાં જ કોરોનાના વળતા પાણી શરૂ થયા હતા અને એવી સ્થિતિ સર્જાઈ કે, કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં આવતા થયા છે અને કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત રહેતા હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે.

આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 546 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ આજે 8 જ દર્દી ડિસ્ચાર્જ થતા હવે 11 કેસ જ એક્ટિવ રહ્યા છે. આ એક્ટિવ કેસ પણ બહુ જ ટૂંકાગાળામાં રિકવર થઈ જાય એવી આશા સેવાઈ રહી છે.

- text