હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રીની અનોખી ઉજવણી

- text


વિદ્યાર્થીઓએ શિવનો વેશ ધારણ કરી શિવવિવાહ, તાંડવ નૃત્ય સહિતના પ્રસંગો રજૂ કર્યા

ટંકારા : શિવરાત્રી તહેવારને અનુલક્ષી ઠેર ઠેર સ્થળો પર વિવિધ રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.જે મુજબ શિવરાત્રી તહેવાર નિમિતે હરબટીયાળી પ્રાથમિક શાળામાં બાળકોએ વિવિધ વેશ ધારણ કરી શિવ વિવાહ,તાંડવ વગેરે ભાગ ભજવ્યા હતા.

હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રી તહેવારને અનુલક્ષીને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિવ સમાધિ,શિવ તાંડવ,ગંગાનું અવતરણ,શિવ વિવાહ વગેરેનું બાળકોને મૂલ્યલક્ષી જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આજનું બાળક પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતું જાય છે.આપણો ધર્મ,આપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે.મોબાઈલના અતિશય ઉપયોગથી બાળક પણ ડિજિટલ બનતા જાય છે.ત્યારે તેને આપણા ધર્મનું,આપના મૂલ્યોનું ભાન કરાવવું તે એક શિક્ષક તરીકે પહેલી ફરજ છે.બાળકને હિપહોપ ડાન્સ આવડશે પણ તાંડવ નૃત્ય શું હતું તે ખબર નથી.પહેલાના ઋષિમુનિઓ કેવી તપસ્યા કરતા તે ખબર નથી.તેવું હરબટીયાળી પ્રાથમિક શાળાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text