સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિ રમતા આઠને ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ

- text


પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને આઠ આરોપીને દબોચી લઈ રોકડા રૂપિયા ૩૮૬૦૦ કબ્જે કર્યા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસની ટીમે ગઈકાલે રાત્રે બાતમીના આધારે દરોડો પાડી વાંકાનેર કુંભારપરા વાડી વિસ્તારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. વાંકાનેર સીટી પોલીસની ટીમે આઠ આરોપીને દબોચી લઈ રોકડા રૂપિયા ૩૮૬૦૦ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એ. વસાવા તથા સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા, પોલીસ કોન્સ મુકેશભાઇ હકુભાઇ વાસાણી, પોલીસ કોન્સ પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ સહિતના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સાથેના પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ પરમાર, પોલીસ કોન્સ પ્રતિપાલસિંહ વાળાને સંયુકત રાહે બાતમી હકિકત મળેલ કે વાંકાનેર કુંભારપરા વાડી વિસ્તારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઇસમો જુગાર રમે છે અને હાલે પણ જુગાર ચાલુ છે તેવી હકિકત મળતા જે બાતમી આધારે રેઇડ કરી જાહેર જુગાર રમતા આઠ આરોપીઓ મેમાઇ લક્ષ્મણભાઇ દેકાવડીયા, રવિભાઇ ઉર્ફે કાશી કાળુભાઇ વસાણીયા, જયેશભાઇ ઉર્ફ હલો માભાઇ બાંભવા, અજયભાઇ નાનુભાઇ મઢેસાણીયા, લખમણભાઇ દેવાભાઇ ગમારા, વિજયભાઇ નાનજીભાઇ ઉઘરેજા, પરેશભાઇ રમણીકભાઇ રાવલ, નવધણભાઇ વજાભાઇ શામળને રોકડા રૂપિયા ૩૮૬૦૦ સાથે ઝડપી લીધા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text