વાકાંનેર રાજપરિવારમાં ઐતિહાસિક રાજતિલક વિધિનો શુભારંભ

- text


મહાશિવરાત્રી પર્વે સ્વયંભૂ જડેશ્વર મહાદેવજીની પૂજનવિધિ બાદ પાંચ દિવસની રાજતિલક વિધિની શરૂઆત : સ્વર્ગસ્થ નામદાર મહારાણા રાજ સાહેબની યાદમાં દિગ્વિજય દ્વારનું લોકાર્પણ
આજે સમસ્ત વાંકાનેર તાલુકાના ભૂદેવો માટે બ્રહ્મ ચોર્યાસી : તા.4 માર્ચના દિવસે રાજતિલક વિધિ બાદ 5 માર્ચે અભિવાદન સમારોહ

વાંકાનેર : વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી નામદાર મહારાણા દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના દેહવિલય બાદ રાજગાદી ઉપર રાજકુંવર કેસરીદેવસિંહજી મહારાજની તિલક વિધિનો શિવરાત્રીના મહાપર્વથી પ્રારંભ થયો છે. ગઈકાલે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવજીના મંદિર ખાતે પૂજન વિધિ સાથે સ્વતંત્ર ભારત દેશ રાજશાહી પરંપરા અનુસાર યોજાઈ રહેલ ઐતિહાસિક રાજતિલક વિધિનો સાક્ષી બની રહ્યો છે. સતત પાંચ દિવસ સુધી ચાલનાર રાજતિલક વિધિ અન્વયે આજે વાંકાનેર ખાતે ભૂદેવો માટે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું છે.

રાજાશાહી સમયમાં પણ વિકાસના કામો થકી પ્રજાજનો માટે દૂરંદેશી પૂર્વકના નિર્ણયો લઈ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રજાવત્સલ રાજવી નામદાર મહારાણા દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના નિધન બાદ વાંકાનેર રાજગાદી ઉપર રાજકુમાર કેશરીદેવસિંહજીને વિધિવિધાન મુજબ અને રાજવી પરંપરા અનુસાર રાજતિલક વિધિ કરવાંની શાહી પરંપરા અંતર્ગત ગઈકાલે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવજીના મંદિર ખાતે પૂજન વિધિ કરવામાં આવી હતી. બાદમાં જડેશ્વર મહાદેવ મંદિર ખાતે નામદાર મહારાણા દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાની કાયમી યાદગીરી રૂપે દિગ્વિજય દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દરમિયાન આજે વાંકાનેર રાજવી પરિવાર દ્વારા જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું જ્યાં ભૂદેવો, સંતો,મહંતો દ્વારા મહારાણા કેશરીદેવસિંહજીને મંત્રોચ્ચાર સાથે આશીર્વચનો પાઠવ્યા હતા. રાજતિલક વિધિ અન્વયે તા.3ને ગુરુવારે જુના દરબારગઢ ખાતે સવારથી રાજ્યાભિષેક અને યજ્ઞ યોજાશે જયારે તા.4ને શુક્રવારે શુભમુહૂર્તમાં રાજપંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને શાહી પરંપરા મુજબ સવારે 8થી 9 દરમિયાન કેશરીદેવસિંહજી મહારાજ સાહેબની રાજતિલક વિધિ કરવામાં આવશે અને બાદમા વિન્ટેજ કાર,ઘોડા સાથે મહારાજા સાહેબની નગરયાત્રા યોજાશે અને તા.5ને શનિવારના રોજ અભિવાદન સમારોહ સાથે સમસ્ત વાંકાનેર ગામના નગરજનો માટે ભોજન સમારોહ યોજવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text