નેતાઓ સિંચાઈનો પ્રશ્ન હલ કરવાની વાતો કરવાના બદલે સૈદ્ધાંતિક મંજુરીનો ઓર્ડર જાહેર કરે : બાવરવા

- text


મોરબીના અગ્રણીની સિંચાઈ વિભાગના મંત્રીને રજૂઆત

માળિયા (મી.) : માળિયા તાલુકાના મોટા ભાગના ગામો સિંચાઇની સુવિધા વિહોણા છે. પરિણામે મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, કૃભકોના ડિરેકટર મગનભાઈ વડાવીયા સહિતના આગેવાનોએ ગાંધીનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં માળિયા તાલુકાના 12થી 14 ગામોને મચ્છુ-3 ડેમમાંથી અને બાકીના ગામોને નર્મદા કેનાલ મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવાનું આયોજન કરવા બાબતે ચર્ચા થઇ હતી. તેમજ મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી કે આ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવશે.

ત્યારે જો ખરેખર માળિયા તાલુકામાં સિંચાઈનો પ્રશ્ન હલ કરવાનો હોય તો કેનાલ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજુરીનો ઓર્ડર જાહેર કરવામાં તેવી માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશનના મોરબીના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા રાજ્યના સિંચાઈ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલને કરવામાં આવી છે.

- text

આ મામલે કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે જો ખરેખર કેનાલ દ્વારા આ વિસ્તારને સિંચાઈનું પાણી આપવામાં આવનાર હોય તો આગેવાનો વાતો કરવાના બદલે માળિયાના ગામો માટે મંજુર થયેલી સિંચાઈ યોજનાના મંજૂરીના કાગળ જાહેર કરે. કારણ કે ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે આ જાહેરાત કરવામાં આવી રહી છે. તો આશા છે કે આ જાહેરાત લોલીપોપ જાહેરાત નહીં હોય. અને કેનાલ આ વિસ્તારમાં આવશે. જો આ જાહેરાત ખરેખર સાચી હોય તો સરકારે કેનાલ માટે સૈદ્ધાંતિક મંજુરીનો ઓર્ડર લેટર તાત્કાલિક જાહેર કરવાની માંગણી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

- text