ટંકારા : મંદિરમાં થયેલ 1.44 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ પકડાયા

- text


ટંકારા પોલીસે મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની અટકાયત કરી

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ મંદિર ચોરીના મુદ્દામાલ સાથે તથા સોનાનો ઢાળ વજન 23 ગ્રામ કિમંત રૂપીયા 94000 તથા ચાંદીનો ઢાળ વજન 474.560 ગ્રામ કિમત રૂપીયા 29000 તથા રોકડા રૂપીયા 21000 મળી કુલ કિ.રૂ. 1,44,000ની ચોરીની શક પડતી મીલકત ગણી પાંચ ઇસમોની અટકાયત ટંકારા પોલીસે કરી છે.

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબનાઓ ની સુચના અને હર્ષ ઉપાધ્યાય, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારાનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બનતા ચોરી/ઘરફોડ ચોરીના મીલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના મુજબ ટંકારા પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ધુનડા (ખા) થી રસનાળ ગામ તરફ જવાના રસ્તે સાંઘાસર સીમ પાસે આવેલ સોનબાઈ રૂપબાઈ ના મંદિર પાસે આવતા કુલ પાંચ શખ્સો શંકાસ્પદ હાલતમા પસાર થઈ નીકળતા જેઓને રોકી પાંચેયને પુછપરછ કરી અંગઝડતી કરતા તેમની પાસે થી રોકડ રૂપીયા ૨૧૦૦૦/- તથા સોના નો ઢાળ વજન ૨૩ ગ્રામ કિમંત રૂપીયા ૯૪૦૦૦/- તથા ચાંદી નો ઢાળ વજન ૪૭૪.૫૬૦ ગ્રામ કિમત રૂપીયા ૨૯૦૦૦/- મળી આવતા પાંચેય તસ્કરો પાસેથી મળી આવેલ સોના ચાંદીના ઢાળ ના જરૂરી બીલો કે આધારપુરાવા માંગતા નહી હોવાનુ જણાવતા ચોરી ની શકપડતી મીલકત ગણી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

પકડાયેલ આરોપી

(૧) મુકામ ભુરસિહ ડાવર ઉ.વ.૩૦ ધંધો ખેતમજુરી રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા જી જામનગર મુળ રહે બેડી ફળીયુ તા જોબટ જી અલીરાજપુર એમ.પી
(૨) જ્ઞાનસિહ સેપુ માવી ઉ.વ.૪૨ ધંધો ખેતમજુરી રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા જી જામનગર મુળ રહે બેડી ફળીયુ તા જોબટ જી અલીરાજપુર એમ.પી
(૩) શંકર જુવાનસિહ ડામોર ઉ.વ. ૨૧ ધંધો ખેતમજુરી રહે રસનાલ પ્રાગજીભાઈ પટેલ ની વાડી તા જોડીયા જી જામનગર મુળ રહે બેડી ફળીયુ તા જોબટ જી અલીરાજપુર એમ.પી
(૪) માંજરીયા જ્ઞાનસિ હ માવી ઉ.વ. ૨૨ ધંધો ખેતમજુરી રહે પીઠડ નિરૂભા જાડેજા ની વાડી તા જોડીયા જી જામનગર મુળ રહે બેડી ફળીયુ તા જોબટ જી અલીરાજપુર એમ.પી
(૫) કાંન્ટુ ઉર્ફે કાનો ગુમાનભાઈ પસાયા ઉ.વ.૩૧ ધંધો ખેતમજુરી રહે રસનાલ અમરશીભાઈ પટેલ ની વાડી તા જોડીયા જી જામનગર મુળ રહે દેહદીયા ફળીયુ ઉમેરી તા ઉમારી જી અલીરાજપુર એમ.પી

આરોપીઓ પાસથી કબજે કરેલ મુદામાલ

(૧) સોના નો ઢાળ વજન ૨૩ ગ્રામ કિમંત રૂપીયા ૯૪૦૦૦/- તથા ચાંદી નો ઢાળ વજન ૪૭૪.૫૬૦ ગ્રામ કિમત રૂપીયા ૨૯૦૦૦/- તથા રોકડા રુપીયા ૨૧૦૦૦/- મળી કુલ કિ રૂ ૧૪૪,૦૦૦/-

- text

ડીટેક્ટ કરેલ ગુનાઓ
(૧) ટંકારા પો.સ્ટે ગુ.ર.ન. ૧૧૧૮૯૦૦૬૨૧૧૦૧૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ-૩૮૦.૪૫૭
(૨) ધ્રોલ પો.સ્ટે ગુ.ર.ન.૧૧૨૦૨૦૧૪૨૧૦૮૨૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦
(૩) જોડીયા પો.સ્ટે ગુ.ર.ન.૧૧૨૦૨૦૨૫૨૧૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦

ઉપરોકત કામગીરીમા ટંકારા પો.સબ.ઇન્સ.એસ.એમ.રાણા તથા સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર તથા પો.કોન્સ હિતેષભાઈ ચાવડા તથા પો.કોન્સ ખાલીદખાન રફિકખાન તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

- text